મોરબીમાં અનુ.જાતિ સમાજ દ્વારા ‘કારકિર્દીના ઉંબરે’ કાર્યક્રમ યોજાયો

- text


GPSCની પરીક્ષા પાસ કરનાર સમાજના બે તારલાઓનું સન્માન

મોરબી : તાજેતરમાં જ રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે ધોરણ 10 અને 12 પછી શું અભ્યાસ કરવો તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત હોય છે. જે અનુસંધાને ગઈકાલે તારીખ 11 જૂન ને રવિવારના રોજ મોરબીમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા કારકિર્દીના ઉંબરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દીને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી GPSC વર્ગ-2ની પરીક્ષામાં સફળતા મેળવનાર અને પાણી પુરવઠા વિભાગમાં અધિકારી તરીકે નિયુક્તિ પામનાર કૃપા જગદીશભાઈ સોલંકીનું અને મેરિટાઇમ બોર્ડમાં નિયુક્તિ પામનાર ગિરીશ જાદવનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. બન્નેએ ઉપસ્થિત સ્ત્રોતા સમક્ષ પોતાની આ વિદ્યા યાત્રા વિશે વિગતે વાત કરી હતી. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. રાજેશ મકવાણા તેમજ એલ.ઇ.કોલેજના આસિ.પ્રોફેસર હરેશભાઈ પરમારે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને સ્નેહીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમનું સફળ સંચાલન જગદીશ રાણવાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં દિલીપ દલસાનિયા, મહેશ ભખોડીયા, દિનેશ ટૂંડિયા, કે.કે.ભંખોડીયા, વિનોદ વાઘેલા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

- text