અગમચેતી : મોરબી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી 1150 લોકોનું સ્થળાંતર કરાયું

- text


596 જેટલા નાના મોટા જોખમી હોડીગ્સ દૂર કરાયા : અધિક કલેક્ટર

મોરબી : મોરબી જિલ્લામાં સંભવિત બીપોરજોય વાવાઝોડાના ખતરાને લઈને વહીવટી તંત્ર ખડેપગે રહીને યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જેમાં મોરબી, માળીયાના અસરગ્રસ્ત વિસ્તારમાં 1150 લોકોનું સ્થળાંતર કરાયું છે અને 596 જેટલા નાના મોટા જોખમી હોડીગ્સ દૂર કરાયા હોવાનું અધિક કલેક્ટરે જણાવ્યું છે.

અધિક કલેક્ટર એન.કે. મુછારે જણાવ્યું હતું કે, બીપોરજોય વાવઝોડાનો ખતરો વધી રહ્યો છે. તેથી નવલખી દરિયા કાંઠાના વિસ્તારોમા રહેતા માછીમારો અને અગરિયાઓ ઉપર જોખમ ઉભું થયું હોવાથી આ લોકોને આજ સવારથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાથી સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દરિયા કાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં 900 જેટલા માછીમારી અને 250 જેટલા અગરિયાઓનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને હજુ પણ સ્થળાંતરની કામગીરી ચાલુ છે. જ્યારે બીજીતરફ ષહેર અને જિલ્લામાં ભારે પવનથી જાહેરમાં લગાવેલા હોડીગ્સ જોખમી બની ગયા હોય આવા જોખમી બનેલા 596 જેટલા હોડીગ્સને હટાવી દેવામાં આવ્યા છે અને હજુ પણ હોડીગ્સ હટાવી દેવાની કામગીરી ચાલુ છે તેમ તેઓએ જણાવ્યું હતું.

- text

- text