વાવાઝોડા સામે સાવચેતી : મોરબી જિલ્લામાં આજથી તમામ ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ બંધ રાખવા જાહેરનામું

- text


નવો આદેશ ન થાય ત્યાં સુધી ઉદ્યોગોને ઉત્પાદનકાર્ય બંધ રાખવા તંત્રનો આદેશ

મોરબી : બીપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા કલેકટરે ખાસ જાહેરનામું બહાર પાડી આજથી નવો આદેશ ન થાય ત્યાં સુધી જિલ્લાના તમામ ઉદ્યોગોને ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ બંધ રાખવા આદેશ કર્યો છે.

મોરબી જિલ્લામાં સીરામીક યુનીટો, વિટ્રીફાઇડ યુનીટો, વોલ ટાઇલ્સ યુનીટો, સેનેટરીવેર યુનીટો, પેપર મીલ ઇન્ડસ્ટ્રીઝ, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે. આ ઔદ્યોગિક એકમોમાં સલામિત અને સાવચેતીના પગલા લેવા જરૂરી છે. તથા મોરબી જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય પણ ખુબ બહોળા પ્રમાણમાં થાય છે. સંભવિત વાવાઝોડાના નુકશાનની જાનમાલના નુકશાનને રોકવા અને અગમચેતીના પગલા લેવા પ્રતિબંધાત્મક પગલા લેવા વિશાળ જનહિતમાં આવશ્યક હોય જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડ્યા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1974 (1974નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ- 144 હેઠળ મોરબી જિલ્લામાં નીચે મુજબના જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.

જાહેરનામાં અન્વયે દરિયા કિનારાના આસપાસના વિસ્તારમાં તથા સોલ્ટ પાન વિસ્તારમાં કોઇપણ વ્યક્તિઓની તથા પશુઓ અને વાહનો લઇ જવાની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

- text

2.મોરબી જિલ્લાના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમો જેવા કે સીરામીક એકમો (તમામ પ્રકારના), પેપરમીલ, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ, સનમાઇકા ઇન્ડસ્ટ્રીઝ, વિવિધ કેમીકલ પ્લાન્ટ, મોટા શેડ ધરાવતા તમામ ઉત્પાદક-પ્રોસેસીંગ યુનિટોમાં નીચે મુજબની પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. (A) કાચા માલ અને પાકા માલના લોડીંગ-અન લોડીંગ અને ટ્રાન્સપોર્ટેશન ઉપર પ્રતિબંધ

(B) ફેકટરીના છાપરાના રીપેરીંગ અને મેન્ટેનેન્સની કામગીરી ઉપર પ્રતિબંધ

(C) ફેકટરી પરિસરમાં મજુરોની તથા તેમના પરિવાર અને બાળકોની બિન સલામત સ્થળ ઉપર અવર-જવર ઉપર પ્રતિબંધ

3. તમામ પ્રકારની ઉત્પાદક-પ્રોસેસીંગની કામગીરી ઉપર પ્રતિબંધ

4. વીજળી, નેચરલ ગેસ, LPG ની ભયજનક સ્તરથી વધારે સપ્લાય ઉપર પ્રતિબંધ

જો કે, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ તથા સરકારી ફરજ પર હોય તેવા અધિકારી/કર્મચારીઓને તેમજ ઔદ્યોગિક એકમોના માલીકો તથા વ્યવસ્થાપનમાં જોડાયેલાઓને જાહરનામમાંથીબમુક્તિ આપવામાં આવે છે.આ જાહેરનામું આજ રોજ તા.12 થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

- text