વાંકાનેર પંથકમાં થતા ખનીજ ખનન ઉપર દરોડા : 3 હીટાચી કબજે, 2ની ધરપકડ

- text


લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની ટિમો ત્રાટકી

વાંકાનેર : ખનીજ વિભાગે વાંકાનેર પંથકમાં લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખનીજ ખનન કરતા તત્વો પર ત્રાટકી ત્રણ હિટાચી મશીન સહિત બે વ્યકિતઓને ઝડપી પાડયા હતા.

આ ઘટના અંગે ખનીજ વિભાગના મિતેશભાઈ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ત્રણ હિટાચી મશીન દ્વારા ગેરકાયદે ખનિજનું ખનન કરતા હોવાનું જાણવા મળતાં પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી અલગ અલગ જગ્યાએ ખનન કરતા ત્રણ હિટાચી મશીન જેની કિંમત અંદાજે ૮૦ લાખ સાથે બે મશીન માલિકોને ઝડપી હિટાચી મશીનને તાલુકા પોલીસ મથકને કબ્જે કર્યા હતા.

- text

ખનીજ વિભાગ દ્વારા ત્રણ હિટાચી મશીન સાથે બે શખસો ને પકડી પાડવામાં આવેલ છે તેમાં એક મશીન બિનવારસી હાલતમાં મળી આવેલ છે જ્યારે બે પકડાયા છે તેમાં રસિક કુણપરા તથા રાજુ ડાભીનો સમાવેશ થાય છે.

- text