હળવદ પંથકમાં 12 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ 

- text


માતા-પિતા બહાર ગયા હોય ઘરે નાના ભાઈ સાથે રહેલી બાળાને નરાધમે દૂર લઈ જઈ દેહ પીંખ્યો

હળવદ : હળવદ પંથકના ચિત્રોડી ગામ આસપાસ રહેતી એક 12 વર્ષની બાળા ઉપર એક શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે આ કૃત્ય આચરનાર નરાધમ શખ્સ ઉપર ફિટકાર વર્ષી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પંથકના ચિત્રોડી ગામ આસપાસ વાડીના રહેતા એક મજૂર પરિવાર ઉપર આજે આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ માતા પિતા બાજુની વાડીએ કોઈ સગા આવ્યા હોય તેમને મળવા ગયા હતા. ત્યારે ઘરે 12 વર્ષની બાળા અને તેનો 9 વર્ષનો ભાઈ એકલા હતા. આ 9 વર્ષનો ભાઈ પગમાં ઇજાને કારણે પથારી વશ હતો.

- text

આ અરસામાં રત્નાભાઈ ભીમાભાઈ નામનો નરાધમ શખ્સ વાડીએ આવ્યો હતો. આ શખ્સ બાળાને બાજુની વાડીએ લઈ ગયો હતો. જ્યાં તેને બાળા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં બાળાના માતા પિતાના બાઈકનો અવાજ આવતા આ શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં બાળાએ રડતા રડતા આપવીતી જણાવતા પરિવારે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે હળવદ પોલીસે આરોપી સામે પોકસો અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલાની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ગૌસ્વામી ચલાવી રહ્યા છે.

 

 

- text