હળવદના ટીકર ગામે વીજ કર્મી સાથે મારામારી કરનાર વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ 

- text


હળવદ : હળવદ તાલુકાના ટીકર (રણ) ગામમાં પીજીવીસીએલ કર્મચારી સાથે એક ઇસમે મારામારી કરી ધમકી આપી હોય જે બનાવ મામલે પીજીવીસીએલ કર્મચારીની ફરિયાદને પગલે પોલીસે એક આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અરવલ્લીના હાલ હળવદ રૂરલમાં આસીસ્ટન્ટ લાઈન મેન તરીકે નોકરી કરતા પ્રવીણભાઈ સિંધાભાઈ કટારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫ ના રોજ સવારના સુમારે તે પીજીવીસીએલ હળવદ ઓફિસથી તેની ટીમ સાથે નીકળી અજીતગઢ ખોડ જ્યોતિગ્રામ ફીડર ગયા હતા અને ફીડર રીપેરીંગ કરી ત્યાંથી માધવનગર એ.જી. ફીડર રીપેર કરી ટીકર ગામે બસ સ્ટેન્ડ ચા પાણી પીવા ઉભા હતા. ત્યારે ટીકરના ધર્મેશભાઈ જશમતભાઈ એરવાડિયા ગાળો બોલતા આવી લાઈટ કેમ બંધ કરેલ છે તેમ કહ્યું હતું. તમને લાઈટ રીપેર કરતા આવડતું નથી બંધ કરીને બેઠા છો કહીને હાથથી મારવા લાગ્યા હતા. જે અંગે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text