ધો.12 સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું 83.34 પરિણામ

- text


સમગ્ર રાજ્યનું 73.27 ટકા પરિણામ, મોરબી જિલ્લો ત્રીજા ક્રમે : ફરી એકવાર પરિણામમાં દીકરીઓએ બાજી મારી 

દીકરીઓનું 80.39 ટકા પરિણામ જયારે દીકરાઓનું 67.03 ટકા પરિણામ

મોરબી : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, સમગ્ર રાજ્યનું 73.27 ટકા પરિણામ આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાનું 83.34 ટકા પરિણામ આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો પરિણામમાં ત્રીજા ક્રમે રહ્યો છે.નોંધનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દિકરાઓની તુલનાએ દિકરીઓએ મેદાન માર્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલા પરિણામોમા ભુજ જિલ્લાએ 84.59 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે બીજા ક્રમે બોટાદ જિલ્લાનું 84.12 ટકા પરિણામ આવ્યું છે અને મોરબી જિલ્લો 83.34 ટકા સાથે મોરબી જિલ્લો ત્રીજા ક્રમે રહ્યો છે.

- text

મોરબી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જોઈએ તો મોરબી જિલ્લામાં 6954 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જે પૈકી 6944 વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી જે પૈકી એ – વન ગ્રેડમાં 61 વિદ્યાર્થીઓ, એ – ટુ ગ્રેડમાં 535 વિદ્યાર્થીઓ, બી – 1 ગ્રેડમાં 1124, બી – 2 ગ્રેડમા 1523, સી – 1મા 1503, સી – 2માં 925 અને ડી – ગ્રેડમાં 116 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લામા ધોરણ – 12 સામાન્ય પ્રવાહનું કેન્દ્ર વાઇઝ પરિણામ જોઈએ તો, હળવદ કેન્દ્રનું 86.14 ટકા, મોરબી કેન્દ્રનું 80.74, વાંકાનેરનું 84.82 અને ટંકારા કેન્દ્રનું સૌથી વધુ 88.73 ટકા પરિણામ આવ્યું છે.

- text