તીથવા હાઈસ્કૂલનું ધો. 10નું 70.58 ટકા પરિણામ, ખેડૂત પુત્રીને એવન ગ્રેડ

- text


કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા

વાંકાનેર : આજે ધો.10ની બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં વાંકાનેરના તીથવા ગામની ગ્રામ પંચાયત સંચાલિત સરકારી હાઈસ્કૂલે મેદાન માર્યું છે. જેમાં તીથવા હાઈસ્કૂલનું ધો. 10નું 70.58 ટકા પરિણામ આવ્યું છે અને ખેડૂત પુત્રીને એવન ગ્રેડ મેળવ્યો છે.

- text

વાંકાનેરના તીથવા ગામની સરકારી હાઈસ્કૂલે ધો. 10ના જાહેર થયેલા પરિણામમાં જ્વલંત સિદ્ધિ મેળવી છે. જેમાં વાંકાનેરના તીથવા ગામની સરકારી હાઈસ્કૂલનું ધો.10નું 70.58 ટકા પરિણામ આવ્યું છે. કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને સાત વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. છ વિષયોમાં સરેરાશ ઉચ્ચ ટકાવારી મેળવી છે.જ્યારે આ હાઈસ્કૂલની એક વિદ્યાર્થીની શરસિયા શનોબાર ઉસમાનભાઈએ 99.63 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. આ ઉચ્ચતર ગુણ મેળવનાર શનોબાર સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી છે. આ ખેડૂત પરિવારની પુત્રીએ કઠોર મહેનત કરીને ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. જ્યારે આ હાઈસ્કૂલના વકાલિયા ફહરિન રફીકએ 98.38,પરસરા નાઝેરા અયુબએ 97.50, બાદી અજમૂનનીસા હુશૈનએ 96.84 અને વકાલિયા ફિઝાબાનું ઇસ્માઇલભાઈએ 96.18 પીઆર સાથે એ ટુ ગ્રેડ મેળવીને હાઈસ્કૂલ અને પોતાના પરિવાર તેમજ વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

- text