કમોસમીનો કહેર ! આગામી 28 અને 29મીએ માવઠાની આગાહી

- text


સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી પણ શકયતા

મોરબી : કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમા ઘર કરી ગયો હોય તેમ આગામી તા.28 અને 29મીએ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે, સાથો સાથે તોફાની પવન ફૂંકાવાની પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા વધુ આગાહી કરાઈ છે. જે મુજબ આગામી 28 અને 29મીએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદરૂપી આફત વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી પણ શકયતા સેવવામાં આવી રહી છે. જો કે માવઠાને કારણે આકરા તાપમાંથી રાહત મળી શકે તેમ છે.

- text

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ, અમરેલી અને ભાવનગર તેમજ પોરબંદર પાટણ, મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા અને વડોદરા,આણંદ સહિતના જિલ્લામાં વરસાદ વરસે તેવી શકયતા જોવા મળી રહી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની પણ હવામાન ખાતાએ શકયતા બતાવી છે. બીજી બાજુ સાવચેતીના ભગરૂપે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

- text