A1 ગ્રેડ મેળવનાર નવયુગ સ્કૂલના હરિકૃષ્ણએ કહ્યું: આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ફિલ્ડમાં જવું છે

- text


કોટક હરિકૃષ્ણએ વિજ્ઞાન પ્રવાહમાં મળેલી સફળતાનાં સુત્રો જણાવ્યાં

મોરબી : આજે ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લાનો દબદબો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે.મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરી વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ લાવનાર હરિકૃષ્ણ કોટકે માતા-પિતા સાથે મોરબી અપડેટની મુલાકાત લીધી હતી. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં તેણે સફળતા અંગેની વાતચીત કરી હતી.

કોટક હરિકૃષ્ણએ પોતાના આ ઝળહળતા પરિણામ મળવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, શાળામાં જે અભ્યાસ કરાવવામાં આવતો હતો તેનો હું ઘરે આવીને રિવિઝન કરતો હતો. ચેપ્ટર પૂરું થાય એટલે એમાંથી સ્માર્ટનોટ, શોર્ટ નોટ અને MCQ તૈયાર કરતો હતો. આમ દરેક ચેપ્ટરમાં પ્રેક્ટિસ કરવાથી તૈયારી કરવામાં સરળતા રહી છે,”
તેણે વધુમાં જણાવ્યું કે, “પૂર્વ આયોજન સ્વરૂપે શોર્ટ નોટ બનાવીને દરેક ચેપ્ટરની તૈયારી કરી એટલે છેલ્લે બધું વાંચવું ન પડ્યું. જો દરરોજનું કામ નિશ્ચિત દિવસે જ કરી નાખવામાં આવે તો A1 ગ્રેડ લાવવો શક્ય છે. હરિકૃષ્ણ કોટકે આગળ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી આઈટી અને AI ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

- text

હરિકૃષ્ણના પિતા હિતેષભાઈ કોટક પાન-મસાલાના હોલસેલના વેપારી છે અને તેના માતા પ્રિતિબેન કોટક ઓમ શાંતિ વિદ્યાલયમાં શિક્ષિકા છે. પ્રિતિબેને જણાવ્યું કે, હરિકૃષ્ણ પહેલાથી જ અભ્યાસમાં હોશિયાર છે. તેને કોઈ દિવસ વાંચવા કે અભ્યાસ કરવા બેસવાનું કહેવું પડ્યું નથી તે જાતે જ અભ્યાસ કરવા બેસી જતો. અમે તેને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ આપ્યું. તે તેની જાત મહેનતે જ આગળ આવ્યો છે તેની મને ખુશી છે.

હરિકૃષ્ણના પિતા હિતેષભાઈ કોટકે જણાવ્યું હતું કે, નવયુગ સાયન્સ સ્કૂલ દર વર્ષે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અવ્વલ હોય છે. હરિકૃષ્ણએ આ વર્ષે 650માંથી 616 માર્ક્સ મેળવ્યા છે. નવયુગ સાયન્સ સ્કૂલના કાંજીયા સાહેબ હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતિત હોય છે. તેથી હવે નવયુગ સાયન્સ સ્કૂલ ભાવનગરની જ્ઞાનમંજરી સ્કૂલ સાથે જોડાણ કર્યું છે અને તેથી હવે જ્ઞાનમંજરી સ્કૂલની સિસ્ટમ અને તેના સ્કીલ સ્ટાફનો પણ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે.

- text