આપણી પાસે ક્યાં 2000ની નોટ છે ! મોરબીમાં લોકોની ધીરજ

- text


મોરબીમાં 2000ની નોટ બદલવામાં નહિ લાઈનો, નહિ અફરા તફરી… સાવ શાંતિનો માહોલ

મોરબી : ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયા 2000ની ચલણી નોટ ક્લીન નોટ પોલિસી હેઠળ પરત ખેંચવાની જાહેરાત કરી આજથી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ કરતા મોરબીમાં નોટબંધી-01 ની સરખામણીએ લોકોએ ધીરજ રાખી છે અને એકપણ બેંકમાં લાઈનો કે અફરાતફરી જોવા મળી ન હતી.

આજથી સમગ્ર દેશમાં બેંકોમાં 2000ના નોટ લેવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મોરબીમાં પણ લોકો બેંકમાં નોટ જમા કરવા પહોંચ્યા હતા. જો કે મોરબીમાં કોઈપણ પ્રકારની અફરાતફરીનો માહોલ દેખાયો ન હતો. લોકો સહજતાથી તેમની પાસે જે નોટ હતી તે નોટને એકલ દોકલ સંખ્યામાં જમા કરાવવા આવતા દેખાયા હતા. મોરબીમાં મોટાભાગની બેંકોમાં આજે રૂટિન મુજબ જ કામકાજ થતા જોવા મળ્યા હતા.

મજાની વાત છે કે નોટબંધી -2માં ભૂતકાળ જેવો માહોલ બેંકમાં જોવા મળ્યો ન હતો. કેસ કાઉન્ટર પર સામાન્ય દિવસોમાં જેટલા લોકો ઊભા રહે એટલા જ લોકો આજે પણ દેખાયા હતા.જો કે, એક વાત એ પણ સત્ય છે કે, 2000ની નોટબંધીમાં નોટ બદલવા માટે 130 દિવસ જેટલો સમય હોય લોકોએ ધીરજ જાળવી રાખી છે અને આ કપરા કાળમાં મોટાભાગના માધ્યમ કે ઉચ્ચ માધ્યમ વર્ગો આપણી પાસે ક્યાં નોટું છે તેવા મજાક ભર્યા વાંક્યો પણ ઠેર-ઠેર સાંભળવા મળી રહ્યા છે.

- text

- text