હવે તો યુદ્ધ એ જ કલ્યાણ ! સો-ઓરડી મેઈન રોડ ઉપર આખલાઓનું દ્વંદ્વ યુદ્ધ

- text


બે આખલાઓએ રોડ ઉપર દંગલ મચાવી છૂટા પડવાનું નામ ન લેતા લોકો ભયભીત

મોરબી : મોરબીમાં રેઢિયાળ તંત્રના પાપે શહેરમાં ઠેરઠેર રઝળતા ઢોરના ત્રાસ વચ્ચે કોઈને કોઈ વિસ્તારમાં ખુટિયાઓ દરરોજ આંતક મચાવે છે. ત્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપર આખલા યુદ્ધ થયું હતું અને બે આખલાઓએ રોડ ઉપર દંગલ મચાવી છૂટા પડવાનું નામ ન લેતા લોકો ભયભીત થઈ ગયા હતા.

મોરબીમાં તંત્રની અક્ષમ્ય બેદરકારીને કારણે રઝળતા ઢોરનો ત્રાસ વધ્યો છે. ખાસ કરીને ખુટિયાઓ શહેરના દરેક માર્ગો અને અંદરના રહેણાંક વિસ્તારોમાં દરરોજ આંતક મચાવે છે. છાસવારે ખુટિયાઓ વચ્ચે ઘમાસાણ થાય છે. આમ છતાં તંત્ર ઢોરને ડબ્બે પુરવાની કાર્યવાહી ન કરતા ખુટિયાઓના જાહેર રોડ ઉપર દંગલ યથાવત રહ્યા હતા. જેમાં મોરબીના સામાકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપર બે ખુટિયાઓ અચાનક જ ભૂરાયા થઈને સામસામે શિંગડા ભરાવી આ જાહેર રોડને યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું. આ બન્ને આખલા વચ્ચે ખાસ્સો સમય સુધી યુદ્ધ જામતા જાહેર રોડનો ટ્રાફિક ખોરવાયો હતો. લોકો ભયભીત બની ગયા હતા. લોકોએ આખલાને છુટા પાડવા તેમના પર પાણીનો મારો ચલાવ્યો છતાં કેમેય કરીને છુટા ન પડતા ખાસ્સો સમય સુધી આખલા યુદ્ધ ચાલતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. છાસવારે આખલા યુદ્ધ થતા હોય લોકો ભયભીત થઈ જતા હોવાથી તંત્ર આ બાબતે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text