મોરબીમાં વિધર્મીએ વધુ એક સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું 

- text


પિતાની છત્રછાયા ગુમાવનાર સગીરાને લીવરપુલ નામના કપડાના શોરૂમમાં તેમજ ફૂડ એન્ડ જોય નામના પાર્લરના બોક્સમાં દુષ્કર્મ ગુજાર્યું 

મોરબીમાં મેટ્રોસિટી જેવી સુવિધા આપતા પાર્લર સામે પણ લાલ આંખ કરવાની ખાસ જરૂરિયાત 

મોરબી : મોરબીમાં વિધર્મી દ્વારા સગીરાઓને શિકાર બનાવવામાં આવતી હોવાના ચોંકવનારા ઉપરાછાપરી કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના સામાકાંઠે રહેતી અને પિતાની છત્રછાયા ગુમાવી દેનાર સગીર વિધાર્થિની સાથે મિત્રતા કેળવી કપડાના શોરુમમાં આપત્તિજનક ફોટાઓ પાડી લેવાની સાથે ચેન્જ રૂમમાં ઉગ્ર જાતીય પ્રવેશ કરનાર વિધર્મી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, આ કિસ્સામાં મોરબીમાં પણ મેટ્રોસિટી જેવા છાનગપતીયા માટે બોક્સ કેબીન ક્લચર શરૂ થયું હોવાનું અને આ સગીરા સાથે રવાપર ગામ નજીક આવેલ એક પાર્લરના બોક્સમાં પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

મોરબીના વાલીઓ માટે લાલબત્તી સમાન અને સગીર સંતાનો માટે સાવચેતી દાખવવાનો સમય પાકી ગયો હોવાની પ્રતીતિ કરાવતા આ ચોંકાવનારા કિસ્સાની વિગત જોઈએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી અને પિતાની છત્રછાયા ગુમાવનાર એક સગીરવયની દીકરીનું એક્ટિવા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પાર્કિંગમાં ફસાઈ ગયા બાદ આ સગીરાંને એક્ટિવ કાઢવામાં મદદ કરનારા શૈતાને જ તેના ઢગા એવા મિત્ર મસ્તુફા દલવાણી રહે.કાલિકા પ્લોટ સાથે સ્નેપ ચેટ નામની સોશિયલ મીડિયા એપ વડે વાતચીતનો દૌર ચલાવી મળવા બોલાવ્યા બાદ અન્ય મિત્ર સાથે મિત્રતા કરાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાના માટે એ ડિવિઝન પોલીસ ફરિયાદમાં નોંધાવી છે.

- text

વધુમાં સગીરાના માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની સગીર પુત્રીનું એક્ટિવા કાઢવામાં મદદ કરનાર અયાન આરબ નામના શખ્સે કાલિકા પ્લોટમાં રહેતા આરોપી મસ્તુફા દલવાણી સાથે સગીરાનો પરિચય કરાવતા મુસ્તુફા દલ અને સગીરા સોશિયલ મીડિયા એપ સ્નેપચેટ મારફતે પરિચયમાં આવ્યા હતા અને બાદમાં એક દિવસ મસ્તુફા દલવાણી જ્યા કામ કરે છે તેવા લીવરપુલ રેડીમેઈડ કપડાના શોરૂમમાં સગીરાને બોલાવી હતી જ્યાં બન્નેના સાથે ફોટા પાડી શોરૂમમાં કોઈ ન હોવાથી ચેન્જ રૂમમાં લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ મોબાઈલ ફોનમાં પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

ચોકાવનારી બાબત તો એ છે કે આ નરાધમ શખ્સ મસ્તુફા દલવાણી દ્વારા સગીરાના ફોટાનો દુરપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને અવારનવાર લીવરપુલ રેડીમેઈડ કપડાના શોરૂમમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ એક દિવસ રવાપર ગામ નજીક આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં લઈ ગયો હતો જ્યાં કાફેના સંચાલકે છાનગપતિયાની સુવિધા માટે બનાવેલ બોક્સમાં સગીરાને લઈ જઈ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ધરાર શરીર સંબંધ બાંધવા ફરજ પડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સૌથી ગંભીર બાબત તો એ છે કે સગીરાને બ્લેક મેઈલ કરનાર કાલિકા પ્લોટના આ શખ્સ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ ગુજારવાની સાથે રમઝાન મહિનામાં રોઝા રાખવા પણ દબાણ કરતો હોવાનું સગીરાના માતાએ પોલીસ ફરિયાદમાં જાહેર કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી મસ્તુફા દલવાણી વિરુદ્ધ આઇપીસી કલમ 376(2) એન, 506(2), પોક્સો 5 એલ અને 6 મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.

- text