ક્રિષ્ના હોસ્પિટલમાં રવિવારે મગજ- કરોડરજ્જુના રોગોનો ફ્રી કેમ્પ : એઇમ્સના અનુભવી તબીબ આપશે સેવા

 

નિષ્ણાંત ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો. રિધમ ખંડેરિયા આપશે સેવા : કેમ્પમાં ઓપીડી તદ્દન ફ્રી, લાભ લેવા મોરબીવાસીઓને અપીલ


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં રવિવારે મગજ- કરોડરજ્જુના રોગોનો નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજાશે. જેમાં નિષ્ણાંત ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો. રિધમ ખંડેરિયા સેવા આપશે.

મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં તા. 30 એપ્રિલને રવિવારના રોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી મગજ- કરોડરજ્જુના રોગોનો નિઃશુલ્ક કેમ્પ યોજાનાર છે. જેમાં એઇમ્સના અનુભવી ડો. રિધમ ખંડેરિયા (કન્સલ્ટન્ટ -ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) સેવા આપવાના છે.

આ કેમ્પમાં મગજની ઇજા, કમર તથા ડોકનો દુખાવો, મગજમાં લોહી ન પહોંચવું ( સ્ટ્રોક), પેરાલીસીસ/લકવો, મગજમાં લોહી ભરાઈ જવું ( હેમરેજ), મગજ અને કરોડરજ્જુની ગાંઠ, માથાનો દુઃખાવો, ખેંચ-આંચકી, કરોડના મણકા તથા કરોડરજ્જુની ઇજાઝ મણકાની ગાદી ખસી જવી ( સાયટીકા) સહિતની સમસ્યા ધરાવતા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરશે.

એઈમ્સ હોસ્પીટલના અનુભવી અને નિષ્ણાંત ન્યુરો સર્જન ડો. રિધમ ખંડેરિયા ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવેથી ફૂલ ટાઈમ ન્યુરો સર્જન તરીકે સેવા આ૫શે

એપોઇન્ટમેન્ટ માટે
મો.નં. 9725530301
વધુ માહિતી માટે
મો.નં.9824531313