ગુટલીબાજ સાવધાન ! મોરબી પાલિકામાં હાજરી ફરજીયાત 

- text


પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તમામ કર્મચારીઓને ફરજીયાત હાજરી પુરવા કડક સૂચના

મોરબી : ધણી ધોરી વગરની મોરબી નગર પાલિકામાં ધકેલ પંચા દોઢસો જેવી સ્થિતિ વચ્ચે કર્મચારીઓ મન પડે ત્યારે આવે અને મન પડે તો ન પણ આવે તેવી સ્થિતિ જગજાહેર છે ત્યારે આજે મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તમામ કર્મચારીઓને ફરિજયાત હાજરી પુરવા કડક સૂચના સાથે પરિપત્ર અમલી બનાવતા ગુટલીબાજ કર્મચારીઓને વસમું પડી ગયું છે.

- text

ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સુપરસીડ થયેલી મોરબી નગર પાલિકામાં હાલમાં પદાધિકારીઓની ગેરહાજરીમાં કર્મચારીઓને બખ્ખા થઈ પડ્યા છે જો કે, પ્રામાણિક કર્મચારીઓ રજાના દિવસે પણ કામ કરતા હોય છે પરંતુ પેઘી ગયેલા ગુટલીબાજ કર્મચારીઓ કોઈને પણ ગાંઠતા ન હોય મોરબી પાલિકાના ચીફ ઓફિસર ડી.સી.પરમારે તાકીદે કડક પરિપત્ર અમલી કરી તમામ કર્મચારીઓને ફરજીયાત પણે હાજરી પુરવા આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી નગર પાલિકામાં હાલમાં અલગ અલગ વિભાગોમાં અંદાજે 60 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે આજે મોરબી પાલિકાના ચીફ ઓફિસરે કરેલા પરિપત્રને કારણે અનેક ગુટલીબાજની ઊંઘ હરામ થઈ ગઈ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text