હવે ગામડા ચોખ્ખાં ચણાક બનશે ! ટંકારાના છ ગામોને ટ્રેકટર ટ્રોલી અપાઈ 

- text


ધારાસભ્યના હસ્તે ઘેર ઘેરથી કચરો એકત્રિત કરવા વાહન સુવિધા આપવામાં આવી 

ટંકારા : શહેરનો જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્વચ્છતા લાવવા સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતા ટંકારા તાલુકાના છ ગામોને ઘેર ઘેરથી કચરો એકત્રિત કરવા છ ટ્રેકટર ટ્રોલી ધારાસભ્યના હસ્તે આપવામાં આવી હતી.

તાલુકા પંચાયત કચેરી ટંકારા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને સરકારની અલગ અલગ યોજનાના અમલીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય સ્તરે સ્વછતાનું સ્તર ઊચું આવે તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે અને ડોર ટુ ડોર કચરાનો નિકાલ થઈ શકે તે હેતુથી ટંકારા તાલુકાની ૬(છ) ગ્રામ પંચાયતોને ટ્રેક્ટર તેમજ ટ્રૉલી આપી હતી.

જેમાં ઘુનડા(ખા) ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત સ્વ-ભંડોળ માથી, ટંકારા ગ્રામ પંચાયતને એટીવિટી કાર્યવાહક સમિતિ આયોજન માથી,આ ઉપરાંત મિતાણા,હમીરપર,નેસડા(ખા) અને લખધીરગઢ ગ્રામ પંચાયતને ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ માથી ફાળવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુલાલ કામરીયા જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, નથુભાઈ કડીવાર તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલા, દિનેશભાઇ વાધરીયા, એ.પી.એમ.સી, ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા અન્ય રાજકીય અગ્રણીઓ રશિકભાઈ દુબરીયા ગણેશભાઈ, નિલેશભાઈ, અરજણભાઇ, હેમંતભાઈ સહિતના હાજર રહ્યા હતા અને ગ્રામ પંચાયત સરપંચશ્રીઓને ટ્રેક્ટર તેમજ ટ્રૉલીનું સોપવામાં આવી હતી.

- text

- text