માળીયાના વવાણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ મલેરિયા દિવસ ઉજવાયો

- text


મોરબી : આજ રોજ તારીખ 25 એપ્રિલના રોજ માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરીને ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, DMO ડો. ડી.વી. બાવરવાની સૂચના અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી.બાવરવાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણિયા દ્વારા વિવિધ ગામોમાં વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મલેરિયા અટકાયતી પગલાં અને વિવિધ પ્રકારની આઇ.ઇ.સી. જેવી કે પોરા નાશક કામગીરી, ઇન્ટ્રા ડોમેસ્ટીક, પેરા ડોમેસ્ટિક કામગીરી, સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા, ગ્રામ્ય કક્ષાએ તેમજ સ્કૂલમાં રેલી કાઢી જન જાગૃતિ સહિતની કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text