મોરબી જિલ્લા સેવાદળના અધ્યક્ષ તરીકે બાબુભાઈ રબારીની નિમણૂક

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ તરીકે બાબુભાઈ જેમલભાઈ રબારી વેરાણાની નિમણૂક કરવામાં આવી છે.

આજ રોજ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ તરીકે બાબુભાઈ જેમલભાઈ રબારી વેરાણાને નિમણૂક પત્ર આપી નિમણૂક કરવામાં આવી હતી. પ્રદેશના સેવાદળના હોદ્દેદારો તથા રાષ્ટ્રીય હોદ્દેદારોની હાજરીમાં બાબુભાઈ રબારીનું સન્માન કરીને જિલ્લા પ્રમુખ તરીકેનો નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો.

- text

- text