કોરોના વિદાયના અણસાર ! આજે પણ એક જ પોઝિટિવ

- text


મોરબી જિલ્લામાં પાંચ દર્દી સાજા થતા હવે એક્ટિવ કેસ ઘટીને 25

મોરબી : મોરબી જિલ્લાના કોરોના મહામારીના વળતા પાણી જેવી સ્થિતિ વચ્ચે આજે પણ પોઝિટિવ કેસનો આંકડો ફક્ત 1 ઉપર અટક્યો છે, સાથે જ આજે પાંચ દર્દીઓને રિકવરી આવતા ડિસ્ચાર્જ અપાયું છે.

મોરબી જિલ્લા આરોગ્ય તંત્રના સતાવાર આંકડા મુજબ આજે સમગ્ર જિલ્લાના કુલ 466 શંકાસ્પદ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવતા માળીયા તાલુકામાં 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. એ સિવાય મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં કોરોના કેસ શૂન્ય રહ્યા હતા. દરમિયાન આજે પાંચ દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 25 થવા પામી હતી.

- text

- text