ચોરાઉ બાઈક સાથે છગનને ઝડપી લેતી વાંકાનેર પોલીસ

- text


મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાંથી બાઈક ચોરી મામલે નોંધાયેલ ફરિયાદની ગણતરીની કલાકોમાં જ વાંકાનેર સીટી પોલીસે બાઈકચોરને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબીના જુના બસસ્ટૅન્ડમાંથી તા.19ના રોજ ખરેડા ગામના ધીરુભાઈ જાદવજીભાઈ ડાભીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવતાની સાથે જ આજે વાંકાનેર સીટી પોલીસે મોરબીના પાડા પુલ નીચે રહેતા છગનભાઇ કરશનભાઇ વાઘેલાને વાંકાનેર શહેરમાંથી ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા ઉપરોક્ત બાઈક ચોરીના બનાવનો ભેદ ખોલી નાખ્યો હતો.

- text

આ સફળ કામગીરી વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાસિયા, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.

- text