વાંકાનેરના લુણસર આરોગ્ય કેન્દ્રમાં મલેરિયા દિવસ ઉજવાયો

- text


વાંકાનેર : આજ રોજ વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે પાડધરા (લુણસર) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉજવણી કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના પાડધરા(લૂણસર) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અજય ચાવડા, એમ પી.એચ.એસ. રાજેશ ચાવડા તથા તમામ MPHW અને CHO દ્વારા આજ રોજ તારીખ 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઉજવણીના ભાગ રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સબ સેન્ટર લુણસર ખાતે મલેરીયા દિવસ નિમિત્તે રંગોળી કરવામાં આવી હતી અને ગામમાં મેલેરીયાનો ઉપદ્રવ ન ફેલાઈ તેના અનુસંધાને પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જનજાગૃતિ માટે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text