મોરબીના ઘુટુ ગામે રહેણાંકમાંથી વ્હીસ્કી વોડકા ઝડપાઇ, આરોપી ફરાર

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ઘુંટુ ગામે પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વ્હીસ્કી અને વોડકાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા આરોપી હરજીભાઈ ધીરુભાઈ અદગામાએ પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળતાં મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના રહેણાંકમાંથી વ્હીસ્કી અને વોડકાની જુદી જુદી બ્રાન્ડની 95 બોટલ કિંમત રૂપિયા 34,500 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હરજીભાઈ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

 

- text