મોરબીમાં જયુપીટર લઈને નીકળેલી મહિલા વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપાઇ

- text


મોરબી : મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપરથી પોલીસે જયુપીટર મોટર સાયકલ લઈને નીકળેલી વાવડી ગામની મહિલાને વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 84,445નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર ગોલ્ડન માર્કેટ નજીકથી જયુપીટર મોટર સાયકલ લઈને નીકળેલ વાવડી ગામે રહેતા રેખાબેન લલિતભાઈ વધોરા નામના મહિલાની તલાશી લેતા રેખાબેનના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 895 મળી આવતા રૂપિયા 70 હજારનું મોટર સાયકલ, 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 3550 સહિત કુલ રૂપિયા 84,445નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text