મોરબીના વાવડી રોડ ઉપર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો ઝડપાયો 

- text


રહેણાંક મકાનમાં ટવેન્ટી ટવેન્ટી મેચના ચાલુ સોદા વખતે જ પોલીસ ત્રાટકી : એક ઝડપાયો, બે જુગારીના નામ ખુલ્યા 

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્નાપાર્કમાં રહેણાંક મકાનમાં ક્રિકેટનો ઓનલાઇન જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી એક શખ્સને મેચના સોદા લખતા રંગે હાથ ઝડપી લઈ જુગાર રમનાર બે શખ્સના નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કલોતરાને બાતમી મળી હતી કે, મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ક્રિષ્નપાર્કમાં ભાડાના રહેણાંક મકાનમાં મહમદહનીફ ગુલામભાઇ ચાનીયા નામનો શખ્સ ઓનલાઇન ગુરુ એપ્લિકેશન મારફતે સનરાઇઝર હૈદરાબાદ અને લખનૌ સુપર ઝાયન્ટ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલની ટવેન્ટી ટવેન્ટી લીગ મેચમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે, જે બાતમીને આધારે પોલીસ ટીમે રેઇડ પાડતા આરોપી ઓનલાઇન ગુરુ એપ્લિકેશન મારફતે સોદા લખતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

- text

દરોડા દરમિયાન એ ડિવિઝન પોલીસ ટીમે આરોપી મહમદહનીફ ગુલામભાઇ ચાનીયાના કબ્જામાંથી રૂપિયા 20 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, 3200 રૂપિયા રોકડા તેમજ અન્ય જુગારના સાહિત્ય સહીત રૂપિયા 23,200નો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતા આરોપી મોરબીના હનીફભાઇ અને ભોલાભાઇ સિંધી સાથે મેચના સોદાની કપાત કરી હોવાની કબૂલાત આપતા મહમદહનીફ ગુલામભાઇ ચાનીયાની અટકાયત કરી મોરબીના હનીફભાઇ અને ભોલાભાઇ સિંધીને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text