23 એપ્રિલથી હળવદમાં ઈશ્વરનગર યુવા ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ

- text


હળવદ : હળવદ તાલુકાના ઈશ્વરનગર ખાતે આગામી તારીખ 23 એપ્રિલથી ઈશ્વરનગર યુવા ગ્રુપ દ્વારા ગૌસેવાના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદના ઈશ્વરનગરના શીતળા ગ્રાઉન્ડ ખાતે ઈશ્વરનગર યુવા ગ્રુપ દ્વારા ગૌસેવાના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટ ટેનિસ બોલથી રમવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં મેચ 12 ઓવરની રહેશે અને ફાઈનલ મેચ 14 ઓવરની રહેશે. આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી માટે 11 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. વિજેતા ટીમને 21 હજાર અને રનર્સ અપ ટીમને 11 હજારનું ઈનામ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ટીમની એન્ટ્રી માટે પ્રશાંતભાઈ કૈલા (મો.નં. 7544877777) અથવા જયદીપ જાકાસણીયા (મો.નં. 8980291000) અથવા દિવ્યાંગ રૂપાલા (મો.નં. 8140530319) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text