ટેસ્ટ મે બેસ્ટ : બજરંગ થેપલા હાઉસનું ચટાકેદાર ભોજન આંગળી ન ચટાડી દયે તો કહેજો !!

 

શનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં છેલ્લા 14 વર્ષથી લોકોને ભોજનની સાથે લાગણી પણ પીરસાય છે : ટુર કે પ્રવાસમાં ઉપયોગી એવા 15 દિવસ સુધી રહેતા વેક્યુમપેક થેપલાની પણ માસ્ટરી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દેશી પણ કંઈક હટકે ટેસ્ટ ક્યાં મળશે ? આ પ્રશ્નનો જવાબ છે બજરંગ થેપલા હાઉસ. જ્યાંનું ચટાકેદાર ભોજન આંગળી ન ચટાડી દયે તો કહેજો !! તો આજે જ પધારો અને અહીંના ભોજનનો સ્વાદ માણો.

મોરબીમાં શનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં પટેલ શોપિંગ સેન્ટરમાં આઈઆઈએફએલ ગોલ્ડ લોનની નીચે બજરંગ થેપલા હાઉસ કાર્યરત છે. જે છેલ્લા 14 વર્ષોથી લોકોને ભોજનની સાથોસાથ લાગણી પણ પીરસે છે. અહીં ભાજી, સેવ ટમેટા બટેકા રસવાળા, પરોઠા, થેપલા, દાળ ભાત, દહીં, બટેટાની ચિપ્સ,પાપડ, છાસ સાથે લસણની ચટણી, રાયતા મરચા, ગોળ પણ મળે છે.

અહીં વેક્યુમ પેક થેપલા મળે છે. 15 દિવસ સુધી તેનો ટેસ્ટ એવોને એવો જ રહે છે. ખાસ ટૂરમાં આ થેપલા આપણા મોરબીવાસીઓને જમવાના સંતોષનો ઓડકાર આપી શકે છે. ઓર્ડર મુજબ આ થેપલા બનાવી આપવામાં આવે છે. બજરંગ પરોઠા હાઉસનો સમય સવારે 8થી 2નો છે. જ્યાં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે. તો આજે જ પધારો.

આ છે મેનુ…

● ભાજી રૂ. 20
● સેવ ટમેટા રૂ. 30
● બટેકા રસવાળા રૂ. 30
● પરોઠા રૂ. 10
● થેપલા રૂ. 10
● દાળ ભાત રૂ. 30
● દહીં રૂ. 15
● બટેટાની ચિપ્સ રૂ.40
● પાપડ રૂ. 10
● છાસ રૂ. 10

મો.નં. 97234 49444