જૂનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓ માટે મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા 

- text


મોરબી : મોરબી સહિત ગુજરાતભરમાં આગામી તારીખ 9 એપ્રિલ ને રવિવારના રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે મોરબીમાં પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.

આગામી તા.9 એપ્રિલે યોજાનાર જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં અન્ય જિલ્લાઓમાંથી મોરબીમાં પરીક્ષા આપવા માટે અનેક યુવાનો મોરબી ખાતે આવવાના હોય જેમાંથી ઘણા યુવાનો આગલા દિવસે જ મોરબીમાં પહોંચવાના હોય તેઓને રહેવા તથા જમવાની કોઈ મુશ્કેલી ન પડે તે માટે મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા જણાવ્યું છે કે, પરીક્ષાર્થીઓએ 8 એપ્રિલ ને શનિવારે બપોરે 4 વાગ્યા પહેલા પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. રિપોર્ટિંગ વખતે આધાર કાર્ડ અને કોલ લેટરની ઝેરોક્ષ ફોન નંબર સાથે જમા કરાવવાની રહેશે. રજિસ્ટ્રેશન તથા અન્ય માહિતી માટે પુરુષ ઉમેદવારોએ દિલીપ દલસાણીયા મો. નં. 80008 27577 અથવા સંજયભાઈ રબારી મો.નં. 96246 64464 પર અને મહિલા ઉમેદવારોએ કાજલબેન ચંડિભમ્મર મો. નં. 98254 88733 અથવા ધરતીબેન બરાસરા મો.નં. 98259 41704 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text