મોરબીમાં બે બાઈક ચોરને દબોચી લેતી એ ડિવિઝન

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે બાઇક ચોરોને ઝડપી તેની પાસેથી બાઇક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી એક આરોપી ઉપર 7 જેટલા ગુના પણ હોવાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાવડી ચોકડી ખાતેથી છગનભાઇ કરશનભાઇ વાધેલા ઉ.વ.૨૮ રહે.મોરબી રેલ્વેસ્ટેશન રોડ ફુટપાથ ઉપર મુળ રહે વાંકાનેરવાળો મળી આવતા તેની પાસેથી મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં,૦૫૩૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે. આ શખ્સ સામે ૭ ગુના પણ હોવાનું ખુલ્યું છે.

- text

જ્યારે બીજા બનાવમાં ચોરીમાં ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે વિક્રમસિંહ જીવુભા ઝાલા ઉ.વ.૪૦ રહે.પંચાસરવાળા શનાળા રાજપર ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપ સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે ગુ.ર.નં.૭૫૭૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩,૭૯ મુજબનું ચીરીનું હોવાનું જણાતા આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text