નાગડાવાસ પાસે કારમાં ૯૬ બોટલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે નાગડાવાસ ગામની સીમમાં નાગડાવાસથી ગુંગણ જવાના કાચા રસ્તેથી ૯૬ બોટલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે, એક સફેદ કલરની સ્વીફટ ડીઝાઇર કાર રજી.નં. GJ-13–4133 વાળીમાં ઇગ્લીશ દારુ ભરી મોરબી તાલુકાના નાગડાવાસથી ગુંગણ તરફ જનાર છે. જેના આધારે રેઇડ કરતા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ વ્હીસ્કીની ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ કિં.રૂ.૩૬,૦૦૦/- તથા ઇગ્લીંશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સ્વીફટ ડીઝાઇર કાર રજી.નં. GJ-13-N-4133 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૧,૩૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા ઉ.વ.૪૨, ધંધો-ખેતી, રહે. નાગડાવાસવાળાને પકડી પાડવામાં આવેલ છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા, પો.સ.ઇ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, ઋતુરાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર, રમેશભાઇ રાજાભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જયદીપભાઇ હર્ષદભાઇ પટેલ, પંકજભાઇ પ્રવિણભાઇ ગુઢડા, પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા, કુલદિપભાઇ કાનગડ, કેતનભાઇ જીવણભાઇ અજાણા, યશવંતસિંહ પ્રવિણસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા, દેવશીભાઇ મોરી રોકાયેલ હતા.

- text