મોરબીમાં 9 એપ્રિલે ઊગતી પ્રતિભા એવા ક્રિકેટ ખેલાડીઓની પસંદગી કરશે 

- text


અન્ડર 14 અને અન્ડર 16 ખેલાડીઓ માટે એક્સલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પસંદગી પ્રક્રિયા 

મોરબી : મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએસન દ્વારા 9 એપ્રિલને રવિવારના રોજ એક્સલ સ્પોર્ટ્સ એકેડેમી, રવાપર ઘુનડા રોડ, વૈદેહી ફાર્મ પાસે અન્ડર 14 અને અન્ડર 16 ખેલાડીઓનું સિલેકશન કરવામાં આવશે.

- text

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના હેડ કોચ નિશાંત જાનીએ માહિતી આપતા જણાવ્યું છે કે, અન્ડર 14 અને અન્ડર 16 ટીમનું 2023-24નું સિલેકશન રાખવામાં આવ્યું છે. જેમાં જોડાવવા ઈચ્છુક ખેલાડીઓમાં અન્ડર 14 માટે 1-9-2009 થી 1-9-2011 તેમજ અન્ડર 16 માટે 1-9-2007 થી 1-9-2009 વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ. સિલેકશન માટે આવનાર ખેલાડીઓને વ્હાઈટ ટ્રેક અને ટીશર્ટ તેમજ સ્પોર્ટ્સ શૂઝ તથા પોતાની ક્રિકેટ કીટ બેગ સાથે લાવવાની રહેશે. તેમજ ખેલાડીઓએ પોતાના ડોક્યુમેન્ટમાં 2 ફોટોગ્રાફ, ઓરીજીનલ બર્થ સર્ટીફીકેટ (ડીજીટલ), સ્કૂલ બોનાફાઈડ, સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, સ્કૂલ લાસ્ટ 2 વર્ષની માર્કશીટ સાથે લાવવાની રહેશે.

- text