મોરબી જિલ્લામાં કોરોનાના આજે 35 કેસ, 22 દર્દી રિકવર થયા

- text


મોરબી ગ્રામ્યમાં 24, મોરબી શહેરમાં 3, હળવદ શહેરમાં 5, વાંકાનેર ગ્રામ્ય, હળવદ ગ્રામ્ય, ટંકારા ગ્રામ્યમાં એક-એક કેસ

મોરબી : મોરબી જિલ્લામાં આજે ફરી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના 35 કેસ નોંધાયા છે. બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 1040 જેટલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી 35 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 24, મોરબી શહેરમાં 3, વાંકાનેર ગ્રામ્યમાં 1, હળવદ ગ્રામ્યમાં 1, હળવદ શહેરમાં 5, ટંકારા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.

- text

બીજી તરફ આજે મોરબીમાં 16, હળવદમાં 1, ટંકારામાં 1 અને માળિયામાં 4 મળી કયલ 22 દર્દીઓ રિકવર થતા આજની સ્થિતિએ એક્ટિવ કેસ 163 રહ્યા છે.

- text