કચ્છના રણમાં ભારે વાહનોની પ્રવેશબંધીથી અગરિયા પરિવારો મુસીબતમાં મુકાયા 

- text


હાઇકોર્ટમાં રિટ પિટિશન બાદ નિંદ્રાધીન વનવિભાગે અને કેટલાક તત્વોએ મીઠું પકવતા અગરિયાઓને ભૂમાફિયા ચીતરતા અગરિયાઓ દુઃખી 

હળવદ : કચ્છના નાના રણમાં પોતાનું હાડ ઓગાળી મહામહેનતે કુદરત સામે ઝઝૂમી મીઠું પકવતા અગરિયાઓને ભૂમાફિયા ચીતરી ઘુડખર પ્રાણીઓ માટે અગરિયા નુકશાન કરી રહ્યા હોવાની વાતો તોડી મરોડી રજૂ કરવામાં આવતા હાલમાં અગરિયાઓ મુસીબતમાં મુકાયા છે અને સાથે જ હાઇકોર્ટમાં રિટ પિટિશન બાદ વનવિભાગે રણ વિસ્તારમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતા હાલમાં અગરિયાઓનું તૈયાર મીઠું રણમાં અટકી પડ્યું છે.

કચ્છના નાના રણમાં ગેરકાયદેસર રીતે ખનન થતું હોવા ઉપરાંત મીઠું પકવતા અગરિયાઓ વન્ય પ્રાણી ઘુડખર માટે નુકશાન કારક હોવાં અંગે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી રીટ પિટિશન બાદ હાલમાં મીઠું પકાવી રહેલા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે, વન વિભાગે હાલમાં કચ્છના રણમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવતા હાલમાં કમોસમી વરસાદની સીઝન વચ્ચે હાલમાં કચ્છના રણમાં મોટાભાગના અગરમાં મીઠું તૈયાર પડ્યું હોવા છતાં પણ અગરિયાઓ આ મીઠું રણ બહાર લઈ જઈ શકતા નથી.

- text

બીજી તરફ હળવદના ધારાસભ્ય ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યોએ ગુજરાત સરકારને મીઠું પકવતા અગરિયાઓની વેદના વર્ણવી તૈયાર મીઠું રણ ભાર લાવવા માટે વાહનો જરૂરી હોય તે અંગે છૂટ આપવા માંગ કરી હતી પરંતુ વનવિભાગના સ્થાનિક અધિકારીઓ દ્વારા હિટાચી લોડર જેવા મશીન લઈ જવા દેવાની સદંતર મનાઈ કરી દેતા અગરિયાઓને મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ રહ્યો છે.

- text