હળવદના ટિકર ગામે શૌચાલયના દરવાજા તોડી નાખનાર બે મહિલા ઝડપાઇ

- text


સમગ્ર ઘટનાને મોબાઇલમાં કેદ કરી જિલ્લા પંચાયતના સદસ્યના પતિએ પોલીસને જાણ કરી

હળવદ : હળવદના ટિકર રણ ગામે એક ઉદ્યોગ ગૃહના શૌચાલયના દરવાજા તોડીને ભંગાર કરીને વેચવાનો પ્રયાસ કરતી બે ભંગાર વીણતી મહિલાને લોકોએ ઝડપી લીધી હતી. આ સમગ્ર ઘટનાને મોબાઇલમાં કેદ કરી જિલ્લા પંચાયતના સદસ્યના પતિએ પોલીસને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ટિકર રણ ગામે બે ભંગાર વીણતી મહિલા આજે આવી ચડી હતી અને ટિકર રણ ગામે આવેલ ઉધોગ ગૃહના શૌચાલયના પીવીસીના દરવાજાને તોડી નાખી ભંગાર બનાવીને વેચવાનો પ્રયાસ કરતી હતી.ત્યારે આ સમગ્ર ઘટનાને જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ધર્મેન્દ્રભાઈએ પોતાના મોબાઈલ વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું અને ગામલોકોએ ભેગા થઈને શૌચાલયના દરવાજાને તોડી નાખી ભંગાર બનાવીને વેચવાનો પ્રયાસ કરતી બંને મહિલાને પકડી પાડી હતી બાદમાં પોલીસને જાણ કરી હતી.

- text