ટંકારામાં ટેકાના ભાવે ચણા – રાયડાની ખરીદી શરૂ

- text


ટંકારા : આજરોજ ટંકારા ખાતે સરકારના ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ કરાવ્યો હતો.આથી હવે ટંકારાના ખેડૂતોને ટેકાના ભાવે ચણા અને રાયડા વેચવા માટે મોરબી ધક્કો નહિ ખાવો પડે.

આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજકોમાસોલના ડિરેક્ટર kribhcoના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા તાલુકા પ્રમુખ પ્રભુભાઈ કામરીયા મોરબી યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગ્યા , કિરીટભાઈ અંદરપા ટંકારાના સરપંચ ગોરધનભાઈ ખોખાણી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તથા બહોળી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ચણાનો ટેકાનો ભાવ એક મણના રૂપિયા ૧૦૬૭ રાખેલ છે. તથા એક ખેડૂતના મહતમ 125 મણ લેખે ચણા ખરીદવામાં આવશે ખરીદ કેન્દ્ર મોરબી રાજકોટ રોડ ઉપર ગીતા કોટન (ઉમા કોટન)માં રાખેલ છે. ખરીદ કેન્દ્રનું સંચાલન ટંકારા સેવા સહકારી મંડળી લિ. તરફથી કરવામાં આવે છે તેમ મંડળીના સેક્રેટરી જીતુ ભાઈ ખોખાણી દ્વારા જણાવેલ છે.

- text

- text