મોરબીના રવાપરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક ઝબ્બે 

- text


મોરબી : મોરબીના રવાપર ગામે શિવશક્તિ સોસાયટીમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી સુરેશભાઈ મહેન્દ્રભાઇ પુજારા નામના વ્યક્તિને ક્રિકેટ લાઈવ ગુરુ ઓનલાઈન એપ્લિકેશનમા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે મેચ નિહાળી નસીતપર ગામના આરોપી રમેશ ગામી સાથે રનફેરનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1500 તેમજ વિવો મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 સહિત કુલ રૂપિયા 6500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રમેશને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text