હળવદના જોગડ ગામે લુખ્ખા તત્વોની દાદાગીરીથી ગ્રામજનો ત્રસ્ત

- text


લુખ્ખા તત્વોના ત્રાસમાંથી ગ્રામજનોને મુક્તિ અપાવવા ગામના સરપંચની મામલતદાર માફરત મુખ્યમંત્રીને રજુઆત

હળવદ : હળવદ તાલુકાના જોગડ ગામે લુખ્ખા તત્વો દારૂ પીને બેફામ ત્રાસ આપતા હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આથી લુખ્ખા તત્વોના ત્રાસમાંથી ગ્રામજનોને મુક્તિ અપાવવા ગામના સરપંચે મામલતદાર માફરત મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

- text

જોગડ ગામના સરપંચ સુનિતાબેન રણજીતભાઈ સુરેલાએ મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદન પઠાવીને રજુઆત કરી હતી કે જોગડ ગામમાં લુખ્ખા તત્વો અવારનવાર જાહેરમાં દારૂ પીને ગામલોકોને રંજાડે છે.લુખ્ખા તત્વો એટલી હદે બેફામ બન્યા છે કે ગામના ખેડૂતોને ખેતરે જવું તેમજ અગરિયાઓને રણ જવું મુશ્કેલ બને છે. લુખ્ખા તત્વોને કોઈને ઓથ હોવાથી તેમના ત્રાસથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આવા તત્વોના ત્રાસથી ગામલોકો માર ખાવો કે મરી જવું કે ગામ છોડીને જતું રહેવું તેવું વિચારી રહ્યા છે. લુખ્ખા તત્વો ગામની નિશાળ પાસે રાજવી ભવનમાં દારૂ પીને નુકશાન કરે તેમજ ધાર્મિક સ્થળે પણ બેફામ બન્યા હોય કોના ઈશારે આવા તત્વો બેફામ બન્યા તેની ઉડી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text