ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં સગા બાપે પિતાપુત્રીના સંબંધ લજાવ્યા

- text


પાંચ પાંચ વર્ષથી યાતના ભોગવતી દીકરીએ પેટ્રોલિંગમા આવેલી પોલીસવાન સમક્ષ આપવીતી વર્ણવતા નરાધમ પિતા વિરુદ્ધ ગુન્હો નોંધાયો

ટંકારા : ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગો બાપ નરાધમ બની છેલ્લા પાંચેક વર્ષથી દિકરીઓનો દેહ અભડાવી મારકુટ અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની ભદ્ર સમાજમાં ચકચાર જગાવનાર ઘટના સામે આવી છે. ટંકારા પોલીસ વાન પ્રેટ્રોલિગ માટે ગામમાં પ્રવેશતા જ ભોગ બનનાર દીકરીએ મારે ધરે નથી રહેવુ તેવી રાવ કરતા ટંકારા પોલીસે આ દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડી હતી. જ્યા ભોગ બનનારે દીકરીએ આપવિતી વર્ણવતા ફોજદારી ફરિયાદ પોલીસે ગુનો નોંધી પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવનાર આરોપી પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના જમાદાર વિજયભાઈ બાર, મહિલા કોન્સ્ટેબલ પુજાબેન ડાંગર અને ડ્રાઈવર રણુભા ઝાલા પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન એક ગામમાં પોલીસની ગાડી પ્રવેશતા જ ગભરાટ સાથે ડરી સહમી 18 વર્ષની દીકરી પોલીસ પાસે આવી પોતાને ધરે નથી ગમતું મને અહીંથી લઈ જાવની ફરિયાદ કરતા ટંકારા પોલીસે ગંભીરતાથી આ બાબતની નોંધ લઈ મોરબી સખી વન સ્ટોપનો સંપર્ક કરી બે દિવસ પહેલા આ દીકરીને કાઉન્સિલિંગ અર્થે મોકલી આપી હતી. દરમિયાન આજરોજ ટંકારા પોલીસ મથકે સખી સેન્ટરમાંથી ફોન આવ્યો હતો જેમાં આ દીકરીને પોતાનો સગો બાપ છેલ્લા પાંચેક વર્ષથી શરીર અભડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હોવાની ચોંકાવનારી વિગતો આપતા ટંકારા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર. હેરભા દ્વારા તાત્કાલિક ભોગબનનારની હકીકત આધારે આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આઈ પી સી કલમ 376(2)(F)(J)(K)(N),323,506(2)તથા પોસ્કો એક્ટ 5(L)(N)(6)મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી હાથવેંતમાં હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

- text

ભોગ બનનાર દીકરીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચેક વર્ષથી એના પિતા મારકુટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી સાથે જાતિય હુમલા કરતો હતો. ત્યારે પોલીસ ગામમાં આવતા જ આ દીકરીએ હિંમત કરી આપવીતી વર્ણવી હતી અને ટંકારા પોલીસે પણ ગંભીરતા દાખવી હેવાન બાપ વિરુદ્ધ ગુન્હો નોંધતા આ નરાધમ પિતા વિરુદ્ધ ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

- text