હાર્મોનિયમ વાદનમા ગ્રીન વેલી સ્કૂલના વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ ઝળકયો

- text


મોરબી : રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં મોરબી જિલ્લાના અને લજાઈની ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પડસુંબિયા દક્ષ લલિતભાઈએ હાર્મોનિયમ વાદનમાં ત્રીજો નંબર મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ધોરણ 8માં અભ્યાસ કરતાં દક્ષ લલિતભાઈ પડસુંબિયાએ સમગ્ર રાજ્યમાં હાર્મોનિયમ વાદનમાં ત્રીજો નંબર મેળવ્યો છે. દક્ષે આ પહેલા ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ તે અમરેલી ખાતે 6 માર્ચના રોજ યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે. દક્ષની આ સિદ્ધિ બદલ તેને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text

- text