મોરબીમાં ફટફટિયાના દેકારા સામે પોલીસની ઝુંબેશ : 10 બુલેટ કર્યા ડિટેઇન

- text


 

ખાસ પ્રકારના સાયલેન્સર લગાવી મોટો અવાજ કરીને ગામ ગજાવતા તેમજ ઓવર સ્પીડમાં જતા બુલેટ ચાલકો સામે એ ડિવિઝન અને ટ્રાફિક પોલીસ આકરા પાણીએ

મોરબી : મોરબીમાં ફટફટિયાના દેકારા સામે પોલીસે બાયો ચઢાવી છે. આજે પોલીસે શહેરમાં ઝુંબેશ શરૂ કરી ખાસ પ્રકારના સાયલેન્સરથી મોટા અવાજ કરતા તથા બેફામ ડ્રાઇવ કરતા 10 જેટલા બુલેટને ડિટેઇન કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ મોરબી પોલીસે ધૂમ બાઇક ચાલકો તેમજ સ્ટન્ટ કરતા બાઇક ચાલકો સામે રીતસરની ઝુંબેશ છેડી રાજ્યભરમાં પોતાની કાર્યવાહી ગુંજતી કરી દીધી હતી. હવે ધીમે ધીમે પોલીસ ફરી આ ઝુંબેશ તરફ વળી રહી છે. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.એ. જાડેજએ જણાવ્યું કે ધૂમ બાઇક ચાલકો અને ભારે અવાજ કરી પ્રદુષણ ફેલાવતા બાઇક ચાલકો અને ફરિયાદો મળી હોય જેના ભાગ રૂપે એ ડિવિઝન પોલીસે 5 ટિમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 8 બુલેટ ડિટેઇન કર્યા છે.

- text

વધુમાં 2 બુલેટ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બુલેટનો અત્યારે યુવાનોમાં ભારે ક્રેઝ છે. પણ તેને મોડીફાઇ કરાવી ખાસ પ્રકારના સાયલેન્સર લગાવીને મોટા અવાજ કરવામાં આવે છે. ઉપરાંત બુલેટ બેફામ ચલાવીને બીજાની જિંદગી પણ જોખમમાં મુકી દેવામાં આવે છે. આવા તત્વો સામે પોલીસે ઝુંબેશ છેડી છે.

- text