હળવદના ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા,યોગ્ય ભાવ નહિ મળતા ડુંગળી જમીનમાં દાંટી દીધી

- text


એક ખેડૂતે 25 વિધા જમીનમાં તૈયાર ડુંગળીના પાક ઉપર રોટાવેટર ફેરવી દીધુ, બાકીના 125 વિધામાં બચેલો ડુંગળીના પાકને પણ બે દિવસ પછી નાશ કરી દેવાશે

હળવદ : હળવદ પંથકના ખેડૂતોને ડુંગળીના ભાવે રડાવ્યા છે અને બજારમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા અને ડુંગળી વેચવા જતા નફો કરતા નુકશાની વધુ જાય એમ હોવાથી ખેડૂતોને ડુંગળીને તૈયાર પાકને જમીનમાં દાંટીને નાશ કરી દેવાની નોબત આવી છે. જેમાં હાલ 25 વિધા જમીનમાં તૈયાર ડુંગળીના પાક ઉપર રોટાવેટર ફેરવી દીધા બાદ બાકીનો 125 વિધામાં બચેલો ડુંગળીના પાકને પણ બે દિવસ પછી નાશ કરી દેવાશે.

હળવદ તાલુકાના ભલગામડા ગામના ખેડૂત રઘુભાઈ ડોડીયાએ 150 વિધા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. પણ હાલ ડુંગળીના બજારભાવ એટલા નીચા ગગડી ગયા કે ખેડૂતોને ડુંગળી માથે પડી છે. જેમાં હાલ બજારમાં ડુંગળીનો એક મણનો ભાવ માત્ર રૂ.70 થી રૂ.120 રૂપિયા જ છે. આ ભાવ ખેડૂતોને કોઈ કાળે પોસાય એમ નથી અને બજારના આ નીચા ભાવે ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યા છે.

- text

ખેડૂતોના જણાવ્યા મુજબ એક વિધામાં ડુંગળીના ઉત્પાદન માટે કુલ રૂ.41,500 નો ખર્ચ થાય છે એની સામે હાલના ભાવ મુજબ એક વિધામાં વાવેલી ડુંગળીના રૂ.10,200 જેટલા જ મળે છે. એટલે બજારમાં ડુંગળી વેચવા જાય તો 30 હજાર રૂપિયાની ખોટ ખાવી પડે છે. જો કે, ડુંગળીનું રાજકોટ, મહુવા, અમદાવાદ અને ગોંડલ બાજુ માર્કેટ છે. જો મહુવા ડુંગળી વેચવા જાય તો ત્યાં ચાર-ચાર દિવસે વારો આવે છે. એટલે નાછૂટકે આ ખેડૂતે પોતાની 25 વિધા જમીનમાં તૈયાર થયેલી ડુંગળી ઉપર રોટાવેટર ફેરવીને આ ડુંગળીનો જમીનમાં જ નાશ કરી દીધો હતો. નફો કરતા નુકશાની થતી હોવાથી બાકી બચેલા 125 વિધા જમીનમાં પણ તૈયાર ડુંગળીના પાકને બે દિવસ પછી આ રીતે નાશ કરી દેવામાં આવશે.

- text