મુંબઈ આઈઆઈટી છાત્રના અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસ કરો, મોરબીમાં કેન્ડલ માર્ચ યોજાઈ

- text


મોરબી : મુંબઈના છાત્ર દર્શન સોલંકીની આઈઆઈટી કેમ્પસમાં આત્મહત્યા કે હત્યા ? તે મામલાની ન્યાયી તપાસની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે મોરબી શહેર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરીને મુંબઈના છાત્રના અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસની માંગ કરાઈ હતી.

મોરબીના નગર દરવાજા ચોકથી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નગરપાલિકા સુધી ગઈકાલે મોડી સાંજે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને મુંબઈના છાત્રના અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસની માંગ કરાઈ હતી. જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મૂછડિયા, દીપકભાઈ પરમાર અશ્વિનભાઈ પરમાર સહિત જિલ્લાના તમામ આગેવાનો અને સમાજના લોકોએ કેન્ડેલ માર્ચમાં હજાર રહી આ ઘટના વખોડી કાઢી હતી અને દર્શન સોલંકીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી.

- text

- text