હળવદ પંથકમાં ખેડૂતોના કેબલ ચોરતો તસ્કર ઝડપાયો

- text


ભલગામડા અને ઘનશ્યામપુરના ગામલોકોએ કેબલ ચોરને રંગેહાથે ઝડપી પોલીસની હવાલે કર્યો

હળવદ : હળવદના ભલગામડા અને ઘનશ્યામપુર વચ્ચે કેબલ ચોરને ગામલોકોએ રંગેહાથે ઝડપી લીધો હતો. વાડી વિસ્તારમાં કેબલ ચોરીને સળગાવીને લઈ જતી વખતે ગામલોકોએ કેબલ ચોરને રંગેહાથે ઝડપી પોલીસની હવાલે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ભલગામડા અને ઘનશ્યામપુર વચ્ચે આવેલ બુટમાતાજીના મંદિર પાસે વાડી વિસ્તારમાં એક શખ્સે ઘૂસીને ખેડૂતોના કેબલ વાયરની ચોરી કરી હતી અને આ કેબલ ચોરે કેબલ સળગાવીને પિત્તળનો વાયરનો જથ્થો લઈને જઈ રહ્યો હતો ત્યારે બન્ને ગામના ખેડૂતો સહિત ગામલોકો ભેગા થઈ ગયા હતા અને આ કેબલ ચોરને રંગેહાથે ઝડપી લીધો હતો. તેમજ આ બનાવની હળવદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને આ કેબલ ચોરનો કબજો લઈ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જો કે હળવદના વાડી વિસ્તારોમાં અગાઉ ખેડૂતોના કેબલ વાયરની ચોરીના બનાવો બન્યા હતા અને અનેક ખેડૂતોના કેબલ વાયર ચોરાઈ ગયા હતા. જો કે આ કેબલ બાળીને પિત્તળ સહિતની મોંઘી ધાતુ નીકળતી હોવાથી તસ્કરો માલા-માલ થઈ જતા હોય કેબલ વાયરને વધુ નિશાન બનાવે છે. ત્યારે આ ઝડપાયેલો કેબલ ચોર અન્ય કેબલ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

- text