હરબટીયાળીની પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

- text


ટંકારા : હરબટીયાળીની પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચારેય વેદ અને રામાયણ સાથે લઈ ડ્રમ મસાલ અને નારા સાથે ગામની અંદર તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓની માતૃભાષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ટંકારાના હરબટીયાળી ગામની પ્રાથમિક શાળા દ્વારા વિશિષ્ટ રીતે માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ઈશ્વર પ્રસ્થાપિત ચારેય વેદ જે અત્યારે આપણી માતૃભાષા એટલે કે આપણી ગુજરાતીમાં પ્રાપ્ત થાય છે તે ચારેય વેદ નું અનુવાદ કરનાર દયાલ મુનિજીને યાદ કરી તેમનું ઋણ સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારબાદ ચારેય વેદ અને રામાયણ સાથે લઈ ડ્રમ મસાલ અને નારા સાથે ગામની અંદર તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓની માતૃભાષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હળબટીયાળી પ્રાથમિક શાળાના ભાષાના શિક્ષક પારુલબેન અંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.

- text

- text