મચ્છુ અને નર્મદા કેનાલોમાં થતો પાણીનો બગાડ અટકાવો

- text


મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : વડાપ્રધાનના જળ સંચય કાર્યક્રમની વાતો વચ્ચે મોરબીની મચ્છુ- ૨ સિંચાઈ તેમજ નર્મદા સિંચાઈ યોજનાની કેનાલોમાં થતો પાણીનો બગાડ અટકાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ ચાલુ રવિ સીઝન લમાં નર્મદા યોજનાની કેનાલોમાં તેમજ મચ્છુ-૨ યોજનાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન દ્વારા હમણાં જળસંચય તેમજ જળ વપરાશ બાબતે કાર્યકર્મો આપવામા આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ જળ અભિયાન – ૨૦૨૩ નો કાર્યકમ ચાલુ કરવામાં આવેલ છે. હાલમાં ચાલતા રવિ સીઝનમાં જે કેનાલ માં પાણી આપવામાં આવી રહ્યું છે. તેમાં ભયંકર રીતે પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેમાં નર્મદાની કેનાલોમાં તેમજ મચ્છુ – ૨ સિંચાઈ યોજનાની કેનાલોમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે, અને વધારાનું પાણી છેક દરિયામાં કે રણ વિસ્તારમાં જઈ રહ્યું છે, જે ટીકર પાસેના રણમાં જતું જોવામાં આવી રહ્યું છે.

- text

એક બાજુ વડાપ્રધાન જળ સંચય માટે લોકોને આહવાન કરે છે. ત્યારે બીજી બાજુ સરકારી તંત્ર દ્વારા ભયકર બેદરકારી રાખીને પાણીનો બગાડ થઇ રહ્યો છે. મચ્છુ – ૨ કેનાલનો કમાડ વિસ્તાર વધારવા અને કેનાલને લંબાવવા તેમજ મચ્છુ– ૩ની કેનાલો નાલો ચાલુ કરવા અને તેને લંબાવવા તેમજ ડેમી – ૩ની કેનાલો ચાલુ કરવા તથા તેનો કમાંડ વધારવા માટે ખેડૂતો દ્વારા વારંવાર રજુઆતો થતી આવી છે. મોરબી – માળિયા વિસ્તાર ના ૫૨ (બાવન) ગામોની કેનાલ લંબાવવાની માંગણીનો સરકાર કઈ વિચાર પણ કરતી હોય તેવું લાગતું નથી તો બીજી તરફ મચ્છુ – ૨ની કેનાલમાં જેટલું પાણી ખેડૂતો દ્વારા સિંચાઈ માટે લેવામાં આવે છે. તેનાથી ત્રણ થી ચાર ગણા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. હાલમાં આ પાણી વોકળાઓ, વહેણો, મારફત છેક મોટા દહીસરના તળાવ સુધી પહોચેલ છે અને રસ્તામાં આવતા ગામોના તળાવો પણ ભરાઈ જવા પામેલ છે. જો સરકાર પાસે એટલું બધું પાણી છે તો શા માટે? કેનાલ ને લંબાવીને ખેડૂતોને પાણી આપવા માટે વિચારવામાં આવતું નથી. શામાટે? આવો બગાડ થવા દેવામાં આવે છે. ?

તેવી જ રીતે નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારના ઘણા ગામોમાં કેનાલો તેમજ વોટર કોર્ષ ન થવાના કારણે સિંચાઈના પાણીના લાભથી વંચિત છે. જયારે પાણીનો બગાડ થતા પાણી રણ વિસ્તારમાં પહોચવા પામેલ છે. તો એક બાજુ જ સંચયની વાત અને કે બાજુ પાણીનો બગાડ આવી નીતિ શા માટે ?તેથી મચ્છુ – ૨, મચ્છુ-૩, ડેમી -૩ ની કેનાલો લંબાવીને નીચે આવતા ગામો ને સિંચાઈનો લાભ આપવા, નર્મદા, યોજનાની બાકી રહેલી કેનાલો તેમજ વોટર કોર્ષના કામો પુરા કરીને કમાંડ વિસ્તારના બધાજ ખેડૂતોને સિંચાઈ નો લાભ મળે તેવું કરવા, જળસંચય માટે સરકારની જાહેરાત મુજબ કામો ખરેખર અને યોગ્ય રીતે થાય તેમાં ભ્રષ્ટાચાર ના થાય તેવું આયોજન કરવા પણ માંગણી કરી છે.

- text