વાંચન શોખ બરકરાર ! મોરબીનું જિલ્લા કક્ષાનું પુસ્તકાલય ધમધમતું

- text


પુસ્તકાલયમાં 3200 નિયમિત વાચકો, સ્પર્ધાત્મક પરીક્ષા અને સાહિત્ય સહિતના વિષયના 22 હજારથી વધુ પુસ્તકો

મોરબી : મોબાઈલને કારણે દુનિયા આંગણીના ટેરવે આવી જતા દરેક પ્રકારનું જ્ઞાન ચપટી વગાડતા જ ઘરેબેઠા મળી જાય છે. આવી સ્થિતિમાં પુસ્તકો જે ખાસ જીવનનું અમૂલ્ય ઘરેણું ગણાય છે તેનું સ્થાન આજે પણ આવા મોબાઈલ યુગમાં બરકરાર રહ્યું છે. જેમાં મોરબીના તાલુકા સેવાસદનમાં આવેલું તાલુકા કક્ષાનું પુસ્તકાલય હવે વધુ વાંચકોને કારણે વટવૃક્ષ બની જતા આજે કલેકટરના હસ્તે આ જિલ્લા કક્ષાના પુસ્તકલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

મોરબીના તાલુકા કક્ષા સરકારી પુસ્તકાલયની સ્થાપના વર્ષ 1995માં થઈ હતી. પણ હવે અપગ્રેડ થતા 27 વર્ષ સુધી તાલુકા કક્ષાનું રહ્યા બાદ હવે આજે અદ્યતન જિલ્લા કક્ષાનું પુસ્તકાલય બન્યુ

મોરબીમા સૌથી વધુ પુસ્તકો આ સરકારી પુસ્તકાલયમાં છે. આ પુસ્તકાલયમાં 3200 જેટલા નિયમિત વાંચકો જોડાયેલા છે. દરરોજ આટલા લોકો નિયમિત આ સરકારી પુસ્તકાલયમાં વાંચવા આવે છે. જ્યારે આ પુસ્તકાલયમાં 14525 ગુજરાતી ભાષાના, 1403 હિન્દી ભાષાના અને 1270 ઈંગ્લીશ ભાષાના મળીને કુલ 18198 વૈવિધ્યસભર પુસ્તકો છે. જ્યારે 2થી 3 હજાર જેટલા જીપીએસસી, યુપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો છે. હવે જિલ્લા કક્ષાની લાઈબ્રેરી બનતા નવા 3500 પુસ્તકો ઉમેરાયા છે. આમ અલગ અલગ ભાષાના મળીને કુલ 22 હજારથી વધુ પુસ્તકોથી આ લાયબ્રેરી મોરબીની સૌથી વધુ સમૃદ્ધ લાઈબ્રેરી બની છે. આ પુસ્તકાલય સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.આ પુસ્તકાલયના 3197 જેટલા નિયમિત સભ્યો છે. જે ઘરે પુસ્તકો વાંચવા માટે લઈ જાય છે. જ્યારે આ પુસ્તકાલયમાં સવારથી સાંજ સુધી વાંચવું હોય તો વાંચી શકાય તેવું બેઠક વ્યવસ્થા પણ છે. સૌથી વધુ અહીંયા સાહિત્યને લગતા પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વંચાય છે. જેમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં દરરોજ પુસ્તકો વાંચવા આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એવા ઘણા યુવાનો આ પુસ્તકાલયમાં રોજ અધ્યન કરવા આવે છે. વાંચવા માટે એકાગ્રતાનો કોઈ ભંગ ન થાય તેવી પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત દૈનિક અખબારો, પાક્ષીક, માસિક કે અઠવાડિક સામીયક,સાહિત્ય તેમજ ડીક્ષનરી સહિતનો વાંચનનો રસાળ ખજાનો હાજર છે તેવું ઇન્ચાર્જ ગ્રંથપાલ વી.જે.ગૌસ્વામીએ જણાવ્યું હતું.

- text

- text