હળવદના ચરાડવા ગામે સાયક્લોથોન યોજાઈ

- text


હળવદ : હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- જૂના દેવળીયા હેઠળ આવતા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચરાડવા દ્વારા સરકારના આદેશ મુજબ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે તકે વિદ્યાર્થીઓ અને વડીલો મળી 35 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સાયકલ થકી લોક સંદેશ આપવામાં આવ્યો હતો કે આજની આ ભાગ-દોડ ભરી લાઈફમાં લોકોનું જીવન બેઠાળુ અને જંક ફૂડનું આદતી થઈ ગયા છે. જેના લીધે લોકો અનેક બિમારીઓનો અજાણતા ભોગ બને છે. જેથી સાયકલ એ એક એવી વસ્તુ છે જેનો નિયમિત ઉપયોગ કરવાથી શારિરીક તંદુરસ્તી જાળવી શકાય છે અને સાથે સાથે મેદસ્વી પણુ, બી.પી, ડાયાબિટીસ જેવા રોગોથી બચી શકાય છે.

આ કાર્યક્રમ મેડિકલ ઓફિસર ડો. નિશા પાડલીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં સુપરવાઈઝર બસિયાભાઈ, એમ.પી.એચ.ડબ્લ્યુ અમીતભાઈ, હેમુભાઈ, CHO હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા ગામના વડીલોનો સાથ સહકાર મળ્યો હતો.

- text

- text