લાઈટ જોઈ છે પણ બિલ નથી ભરવું ! હળવદ પંથકમાં વીજ કંપનીના 19.68 કરોડ બાકી

- text


દોઢ મહિનામાં 150 થી વધુ કનેક્શન કાપવામાં આવ્યા : 60 ટીમોને રિકવરી ની કામગીરી સોપાઈ

હળવદ : હળવદ પીજીવીસીએલના ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા ચાર સબ ડિવિઝનમાં વર્ષ 2022-23 માં વિઝ ગ્રાહકો પાસેથી 19.68 કરોડની ઉઘરાણી બાકી છે જોકે પીજીવીસીએલ દ્વારા જુદી જુદી 60 ટીમો બનાવી છેલ્લા દોઢ મહિનામાં 6.53 કરોડની રિકવરી કરી છે સાથે જ અનેકવાર કેવા છતાં પણ વીજ બિલ ન ભરતા 150 જેટલા વીજ કનેક્શનનો પણ કાપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ ડિવિઝન હેઠળ આવતા હળવદ શહેર,ગ્રામ્ય વિસ્તાર,ચરાડવા અને સરા મળી કુલ ચારેય સબ ડિવિઝનમાં રહેણા,ખેતીવાડી અને ઉદ્યોગનું વર્ષ 2022-23 માં કુલ 19.68 કરોડનું બિલ બાકી છે જેથી જુદી જુદી 60 ટીમો બનાવી હાલ રિકવરી ની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં છેલ્લા દોઢ મહિનામાં 6.53 કરોડની રિકવરી કરવામાં આવી છે સાથે જ અનેક વાર કહેવા છતાં પણ વીજ બીલ ભરપાઈ ન કરવા બદલ 150 જેટલા કનેક્શનનો પણ કાપી નાખવામાં આવ્યા હોવાનું હળવદ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર કે.ડી નીનામાએ જણાવ્યું હતું.

- text

હાલમાં હળવદ વીજ કંપની હેઠળ આવતા હળવદ ટાઉન કુલ-3.60 કરોડ બાકી બોલે છે જેમાં રહેણાંક વિસ્તારના 1.06 કરોડ, ખેતીવાડીના 1.12 કરોડ અને ઉદ્યોગના 85.5 લાખ બાકી બોલે છે. જયારે હળવદ ગ્રામ્ય વિસ્તાર કુલ 2.19 કરોડ બાકી છે જેમાં ખેતીવાડીના 1.05 કરોડ, રહેણાંકના 87 લાખ અને ઉદ્યોગના 26 લાખ બાકી બોલે છે. જયારે ચરાડવા ડિવિઝન હેઠળ કુલ 4.50 કરોડ બાકી છે જેમાં ખેતીવાડીના 2.77 કરોડ, રહેણાંકના 1.44 કરોડ અને ઉદ્યોગના 25 લાખ બાકી બોલે છે.

- text