સલામત સવારી ! મોરબી ભાવપર રૂટની એસટી બસ અધવચ્ચે બંધ પડતા મુસાફરો હેરાન

- text


જેપુરના પાટિયા પાસે બસ બંધ પડી જતા બીજી વાવણીયાની બસમાં મુસાફરોને રવાના કરાયા

મોરબી : એસટી તંત્રનું રૂપાળું સ્લોગન છે કે, સલામતી સવારી એસટી અમારી, અધવચ્ચે બંધ પડી જાય તો જવાબદારી તમારી, ની જેમ ભંગાર હાલતમાં રહેલી ઘણી એસટી બસો ગમે ત્યારે રસ્તામાં બંધ પડી જતી હોવાની અનેક ઘટનાઓ વચ્ચે આજે ફરી એક મોરબી ભાવપર રૂટની એસટી બસ અધવચ્ચે બંધ પડી જતા મુસાફરો હેરાન થયા હતા. જો કે,જેપુરના પાટિયા પાસે બસ બંધ પડી જતા બીજી વાવણીયાની બસમાં મુસાફરોને રવાના કરાયા હતા.

મોરબી એસટી તંત્રના પાપે વર્ષોથી રગશિયા ગાડાની જેમ ચાલતી ભંગાર હાલતમાં રહેલી એસટી બસો કોઈને કોઈ ખામીબે કારણે રસ્તામાં બંધ પડી જતી હોવાની સમસ્યા વચ્ચે આજે વધુ એક એસટી બસ બંધ પડી ગઈ હતી. જેમાં મોરબી ભાવપર રૂટની એસટી બસ જેપુર ગામના પાટિયા પાસે અધવચ્ચે કોઈ ખરાબીને કારણે બંધ પડી ગઈ હતી. આથી આ બસના મુસાફરો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. પરંતુ ખાસ્સો સમય સુધી આ બસના મુસાફરો હેરાન થયા બાદ બીજી બસ એટલે વવાણિયાના રૂટની બસ મળતા તેમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ ગ્રામ્ય રૂટની બસો ઉપરથી ભરચકક હોય વધુ એક બસના મુસાફરોથી બસમાં પગ મુકવાની જગ્યા પણ રહી ન હતી અને સમયસર ઘરે ન પહોંચતા મુસાફરો હેરાન થયા હતા.

- text

- text