મોરબી અને ટંકારા પંથકના મોટાભાગના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબી : મોરબી અને ટંકારા પંથકના મોટાભાગના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ લાદવામાં આવ્યો છે. જેમાં જેતપર ઇન્ડ. પેટા વિભાગ હેઠળ તા.૧૫ના રોજ ૬૬કેવી રંગપર, ૬૬કેવી રંગપર-૨,તેમજ ૬૬કેવી વાઘપર સબ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં સવારે ૦૭.૦૦ વાગ્યા થી ૦૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવશે.

૬૬ કેવી રંગપર, ૬૬કેવી રંગપર ૨,તેમજ ૬૬કેવી વાઘપર સબ સ્ટેશન હેઠળ આવતા તમામ ઇન્ડસ્ટ્રીયલ, ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડર જેમાં રંગપર, ગુંગણ,કૃષ્ણનગર, બહાદુરગઢ,નવા જૂના નાગડાવાસ,કિશનગઢ,સોખડા ગામ વિસ્તાર માં વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

આવતી કાલ તા.૧૫ના રોજ બુધવારે PGVCLના વીરપર ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી ઘુનડા તથા 11 કેવી નસિતપર ફીડર સવારે ૦૮:૦૦ વાગ્યા થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી સમારકામની કામગીરી અન્વયે ખીજડીયા, મેઘપર અને વઘગઢ ગામનો પાવર બંધ રહેશે.

- text

મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ તારીખ ૧૫ને બુધવાર ના રોજ સિટી, દરબાર ગઢ તથા ભાદિયાદ ફીડર ના નીચેના વિસ્તારો સવારે ૮.૦૦ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવશે.જેમાં ગેસ્ટ હાઉસ રોડ, શક્તિ ચોક, મોચી શેરી, કુબરનાથ રોડ, પરબાઝાર, બજાર લાઈન, લોહાણા પરા, ભવાની ચોક, સિટી પોલીસ લાઇન, દરબાર ગઢ, અશોકલય ઢાળ, મહેન્દ્રા ડ્રાઈવ રોડ, નાની બજાર, સોની બજાર, પારેખ શેરી, ખત્રીવાડ, વોરવાડ, ગ્રીન ચોક, સો ઓરડી, માળિયા વનાલિયા સોસા, ઉમિયા નગર, ગાંધી સોસા, રામદેવ નગર સાયન્સ કોલેજના વિસ્તારો તથા આસપાસનાં વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

પીપળિયા પેટા વિભાગ હેઠળ તા.૧૫ના રોજ ૬૬કેવી ખીરઈ સબ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં સવારે ૭.૦૦ વાગ્યાથી ૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવશે. ૬૬કેવી ખીરઈ સબ સ્ટેશન હેઠળ આવતા તમામ ઇન્ડસ્ટ્રીયલ, ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડર જેમાં માળીયા શહેર, નવા જૂના હાજીયાસર, કાજરડા, હરિપર, વિદરકા, ફતેહપુર ગામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા.૧૫ના રોજ સવારે ૮:૦૦ વાગ્યા થી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી ઘુટુ ગામ તથા આસપાસની બધી સોસાયટી વિસ્તાર તથા પીપળી રોડ પરની સોસાયટી વિસ્તાર તથા કાલિકા નગર અને તેની આસપાસ નો વિસ્તાર તથા નીચી માંડલ ગામ અને તેની આસપાસનો વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text