હળવદના સુસવાવ ગામે બ્રાહમણી નદીના પટમાંથી ગેરકાયદે માટી ચોરી

- text


ગામના જાગૃત નાગરિકે માટી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા મામલતદારને રજુઆત કરી

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહમણી નદીના પટમાં તેમજ સુસવાવ ગામના ટાવર્સ પૈકી સરકારી ખરાબા માં ગેરકાયદે માટી ઉપાડીને ચોરી કરવામાં આવતી હોવાની ગામના જાગૃત નાગરિકે મામલતદારને રજુઆત કરી છે અને ગેરકાયદે માટી ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા અરવિંદભાઈ કરશનભાઈ કોળીએ મામલતદારને લેખિતમાં રજુઆત કરી હતી કે, હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રામણી નદીના પટમાં તેમજ સુસવાવ ગામે આવેલ સરકારી ખરાબાની જમીનમાં માથાભારે શખ્સો જેસીબી તથા લોડરો વડે મોટા પ્રમાણમાં માટી ચોરી કરે છે જેના કારણે માટીના ઉપાડ થવાથી મોટા પ્રમાણમાં ઉંડા ખાડાઓ પડી ગયેલ છે અને આ શખ્સોને મૌખિક સમજાવા જતા તમારે થાય તે કરી લ્યો એમ કહે છે આવા શખ્સો વિરુદ્ધ તેઓએ અગાઉ પણ સંબધિત કચેરીમા ફરિયાદ કરવા છતાં આજદીન સુધી આવા શખ્સો સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ ન હોય માથાભારે શખ્સોને ગેરકાયદેસર માટી ચોરવાનો છુટો દોર મળી ગયેલ હોય આવા શખ્સો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

- text

- text